મોરબીમાં ટ્રાફિક પોલીસની સઘન ચેકિંગ ઝુંબેશ.
મોરબીમાં ટ્રાફિક પોલીસની સઘન ચેકિંગ ઝુંબેશ.
Published on: 01st June, 2026

મોરબી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ઝુંબેશ શરૂ કરાઈ છે. જિલ્લા પોલીસ વડા અને ટ્રાફિક શાખાના માર્ગદર્શન હેઠળ, નિયમભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવેલી બ્લેક ફિલ્મ, આરટીઓ માન્ય ન હોય તેવી નંબર પ્લેટ, જોખમી સ્ટંટ કરતા યુવકો અને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતા ચાલકો સામે કાર્યવાહી થઈ. અનેક વાહનોમાંથી બ્લેક ફિલ્મ તાત્કાલિક દૂર કરાઈ. ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ અને ચેતવણી અપાઈ.