ધાર્મિક કાર્યક્રમોમાં ખિસ્સા કાપતી ગેંગ નડિયાદ નજીક ઝડપાઈ
ધાર્મિક કાર્યક્રમોમાં ખિસ્સા કાપતી ગેંગ નડિયાદ નજીક ઝડપાઈ
Published on: 04th August, 2026

ગુજરાતમાં ધાર્મિક, સામાજિક પ્રસંગો દરમિયાન લોકોને નિશાન બનાવતી ખિસ્સા કાતરુ ગેંગ કઠલાલ પોલીસના હાથે ઝડપાઈ છે. આ ગેંગ સોશિયલ મીડિયાથી માહિતી મેળવી, સ્થળ પર પહોંચી ધક્કામુક્કી કરીને રોકડ ચોરી કરતી હતી. તાજેતરમાં કઠલાલ ખાતે એક વ્યક્તિ પાસેથી રૂ. 18,500 ચોરી જવાના બનાવ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. 45થી વધુ CCTV કેમેરા તપાસી, પાંચ આરોપીઓને અમદાવાદથી એક રિક્ષામાંથી ઝડપી પાડવામાં આવ્યા. તેમની પાસેથી રૂ. 18,500 રોકડા, રિક્ષા અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ. 3.08 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.