પાટણના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકનું મોત
પાટણના રણાવાડા ગામે જમીન વિવાદમાં યુવકનું મોત
Published on: 29th August, 2026

પાટણ જિલ્લાના રણાવાડા ગામે જમીનના વેચાણ માટે સહી કરવાની ના પાડતા યુવકનું મોત થયું. તેના મોટા બાપા, કાકા અને પિતરાઈ ભાઈઓએ લાકડીઓ અને સલોથા વડે માર માર્યો. આ ઘટનામાં મૃતકની માતા અને બહેન સાથે પણ મારઝૂડ થયાનો આરોપ છે. Sami પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. શુક્રવારે FSL ની ટીમને સાથે રાખી ઘટના સ્થળે પંચનામું કરવામાં આવ્યું અને હથિયારો કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.