પ્રાંતિજ: નવાપુરા સીમમાં બે ખેતરોમાંથી 90 ફૂટ કેબલ વાયર ચોરી
પ્રાંતિજ: નવાપુરા સીમમાં બે ખેતરોમાંથી 90 ફૂટ કેબલ વાયર ચોરી
Published on: 04th August, 2026

પ્રાંતિજ તાલુકામાં કેબલ વાયર ચોરીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવાપુરા ગામની સીમમાં આવેલા બે ખેતરોમાંથી બોરવેલ પર લગાવેલા અંદાજે 90 ફૂટ ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરી થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. અજાણ્યા તસ્કરોએ મકવાણા ચેહરસિંહ રામસિંહના ખેતર અને મકવાણા પ્રહલાદસિંહ રાજુસિંહના ખેતરમાંથી કુલ રૂ. 15 હજારના કેબલ વાયર ચોરી કરી લીધા છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.