રાજકોટમાં નકલી તમાકુ-મુખવાસ બનાવતા કારખાના પર SOGનો દરોડો
રાજકોટમાં નકલી તમાકુ-મુખવાસ બનાવતા કારખાના પર SOGનો દરોડો
Published on: 29th August, 2026

રાજકોટ શહેરમાં નકલી તમાકુ અને મુખવાસ બનાવતા મોટા કારખાના પર SOG (Special Operations Group) દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી સૌરાષ્ટ્રભરમાં આ નકલી ઉત્પાદનોનું વેચાણ થતું હતું. હિરેન પરફ્યુમરી વર્ક્સ નામના આ કારખાનામાં, હિરેન અને રાજુ સોનેજી નામના ભાઈઓએ ગુણવત્તાહીન તમાકુ અને મુખવાસનું મોટા પાયે ઉત્પાદન કર્યું હતું. તેઓ વિવિધ પ્રકારના પરફ્યુમ, મેન્થોલ અને સિલ્વર વરખનો ઉપયોગ કરીને જાણીતી બ્રાન્ડનું ડુપ્લીકેશન કરતા હતા. SOGએ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.