સાવરકુંડલાના સપ્લાયર પાસેથી રાજકોટમાં છુપાવેલા બે હથિયાર કબજે
સાવરકુંડલાના સપ્લાયર પાસેથી રાજકોટમાં છુપાવેલા બે હથિયાર કબજે
Published on: 29th August, 2026

રાજકોટમાં બે વેપારીઓ પાસેથી બે દેશી પિસ્તોલ અને ૧૧ જીવતા કાર્ટિસ મળ્યા બાદ, તેમને હથિયાર સપ્લાય કરનાર સાવરકુંડલાના અકીલ વલીભાઇ સૈયદ પાસેથી વધુ બે હથિયાર કબજે લેવાયા છે. અકીલ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તેની પૂછપરછ બાદ તેણે આજી ડેમ પાસે સિમેન્ટની પાઇપમાં છુપાવેલી એક દેશી પિસ્તોલ અને એક દેશી તમંચો કબજે કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં કુલ ચાર હથિયાર અને ૧૧ કાર્ટિસ કબજે થયા છે, અને વધુ તપાસ ચાલુ છે.