અમદાવાદમાં બુટલેગરોને દારૂ વેચાણની છૂટ?
અમદાવાદમાં બુટલેગરોને દારૂ વેચાણની છૂટ?
Published on: 25th August, 2026

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં પોલીસ એક્શનમાં આવી હતી, પરંતુ અમદાવાદમાં બુટલેગરોને ખાસ છૂટ અપાઈ હોવાની ચર્ચા છે. સ્થાનિક પોલીસ વહીવટદારો પર સંબંધો જાળવી અને ખર્ચ કાઢવા માટે બુટલેગરોને દિવસે 2 કલાક દારૂની હેરફેર અને વેચાણ માટે વ્યવસ્થા ગોઠવી આપવાનો આરોપ છે. સુરક્ષિત રૂટની માહિતી પણ અપાઈ રહી છે. VVIP મૂવમેન્ટવાળા વિસ્તારોમાં આ છૂટ અપાઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશોની અવગણના થઈ રહી છે. માંગ યથાવત્ હોવાથી દારૂના ભાવ ત્રણ ગણા થયા છે અને પોલીસ હપ્તા વધારીને નાના પાયે સપ્લાયની મંજૂરી આપી રહી છે.