દિલ્હીમાં H1N1નો વધતો ખતરો
દિલ્હીમાં H1N1નો વધતો ખતરો
Published on: 25th August, 2026

દિલ્હીમાં H1N1 (સ્વાઈન ફ્લૂ)ના 2,308 કેસ નોંધાયા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. આરોગ્ય મંત્રીએ ખાતરી આપી છે કે હોસ્પિટલોમાં દવાઓ અને તબીબો પૂરતા છે. ICMR મુજબ, H1N1 નવો વાયરસ નથી અને મોટાભાગના કિસ્સાઓમાં ગભરાવાની જરૂર નથી. શાળાઓને વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવા અને સ્વચ્છતા જાળવવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે.