જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: ગણેશ ગોંડલ સહિત 11 આરોપીઓ અપહરણ કેસમાં નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: ગણેશ ગોંડલ સહિત 11 આરોપીઓ અપહરણ કેસમાં નિર્દોષ જાહેર
Published on: 25th August, 2026

જૂનાગઢની ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે અપહરણ, જાનલેવા હુમલો અને એટ્રોસિટી કેસમાં ચકચારી ચુકાદો આપ્યો છે. ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ (જાડેજા) અને તેમના 10 સાથીદારોને કોર્ટે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. 30 મે 2025ના રોજ દલિત અગ્રણી રાજુ સોલંકીના પુત્ર દેવાંગ સોલંકીનું અપહરણ કરી માર મારવા અને જાતિવાચક અપશબ્દો કહેવાનો આરોપ હતો. લાંબી તપાસ અને સુનાવણી બાદ, ફરિયાદી અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થતાં, કોર્ટે સાક્ષીઓની ફેરવાયેલી જુબાની ધ્યાનમાં લઈને તમામને મુક્ત કરવાનો આદેશ કર્યો.