સુરત પાલિકાની બેદરકારી: હોટ ફિક્સ વેસ્ટનો ઢગલોમાં આગ લાગતા લોકોમાં ભય
સુરત પાલિકાની બેદરકારી: હોટ ફિક્સ વેસ્ટનો ઢગલોમાં આગ લાગતા લોકોમાં ભય
Published on: 25th August, 2026

સુરત શહેરમાં હોટ ફિક્સ વેસ્ટનો બેફામ નિકાલ સ્વચ્છતા અને પર્યાવરણ માટે જોખમી બન્યો છે. પુણા-વરાછા જેવા વિસ્તારોમાં રસ્તા, ખુલ્લી જગ્યાઓ અને ખાડી કાંઠે પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા જોવા મળી રહ્યા છે. રોજ 40 મેટ્રિક ટનથી વધુ વેસ્ટ નીકળતો હોવા છતાં પાલિકા તંત્રની નબળી કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પુણા વિસ્તારમાં આવા ઢગલામાં આગ લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો છે અને કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે.