બાયડ: બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશનમાં શિક્ષણવિદ ડો. દાઉદભાઈ ઘાંચીનો શતાયુ જન્મ દિવસ ઉજવાયો
બાયડ: બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશનમાં શિક્ષણવિદ ડો. દાઉદભાઈ ઘાંચીનો શતાયુ જન્મ દિવસ ઉજવાયો
Published on: 04th August, 2026

બાયડ ખાતે બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશનમાં પૂર્વ આચાર્ય અને શિક્ષણવિદ ડો. દાઉદભાઈ ઘાંચીના શતાયુ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી. વર્તમાન આચાર્ય ડો. બી.ડી. પટેલના નેતૃત્વ હેઠળ આયોજિત કાર્યક્રમમાં ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થી અને યશવંતભાઈ વ્યાસે સંસ્મરણો વાગોળી શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે ડો. રાકેશભાઈ મહેતા, મંડળ પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, પ્રભારી મંત્રી જયેશભાઈ દોશી અને સમગ્ર ઓસા પરિવારે ડો. ઘાંચીના નિરામય સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી.