સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ માટે કેશોદ એસોસિએશન દ્વારા રૂ. 1.51 લાખનો ચેક અર્પણ
સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ માટે કેશોદ એસોસિએશન દ્વારા રૂ. 1.51 લાખનો ચેક અર્પણ
Published on: 31st July, 2026

દેશની સીમાઓની સુરક્ષા અને આપદાઓ વખતે રાષ્ટ્રસેવા માટે તત્પર રહેતા સશસ્ત્ર દળોના સેવારત તેમજ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અર્થે કેશોદ મંડપ, ઈલેક્ટ્રીક, સાઉન્ડ એન્ડ ફ્લાવર એસોસિએશન દ્વારા રૂ. 1,51,551/- નો ચેક સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં અર્પણ કરવામાં આવ્યો. જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારીએ આપેલા અનુદાન બદલ આભાર વ્યક્ત કરી નાગરિકો અને સંસ્થાઓને યથાશક્તિ આર્થિક સહયોગ આપવા અપીલ કરી છે.