છોટાઉદેપુરના કુકરદા ગામે માર્ગ સ્ટ્રક્ચર માટે SVNIT ની ટીમનું મહત્વપૂર્ણ સ્થળ નિરીક્ષણ.
છોટાઉદેપુરના કુકરદા ગામે માર્ગ સ્ટ્રક્ચર માટે SVNIT ની ટીમનું મહત્વપૂર્ણ સ્થળ નિરીક્ષણ.
Published on: 31st July, 2026

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) ફેઝ-4 હેઠળ છોટાઉદેપુરના કુકરદા ગામમાં માર્ગ સ્ટ્રક્ચરના નિર્માણ માટે SVNIT, સુરતની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણમાં ખોહરી ફળિયા, બોર ડાબરા ફળિયા અને વાકી કડવ ફળિયા તરફ જતા માર્ગો પર જરૂરી પુલ અને કલ્વર્ટ જેવા સ્ટ્રક્ચરની જરૂરિયાતોનું ટેકનિકલ મૂલ્યાંકન કરાયું. ભૌગોલિક સ્થિતિ અને વરસાદી પાણીના વહેણને ધ્યાનમાં રાખીને રૂપરેખા તૈયાર કરાશે. ત્યારબાદ ડ્રોઈંગ, Estimate, અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં માર્ગ નિર્માણ શરૂ થશે, જે ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યા હલ કરશે.