આગામી ત્રણ દિવસ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આગામી ત્રણ દિવસ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Published on: 31st July, 2026

બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે આગામી ત્રણ દિવસ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૨૪ કલાક કંટ્રોલ રૃમ કાર્યરત કરાયો છે અને તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ્દ કરી હેડક્વાર્ટર પર હાજર રહેવા આદેશ અપાયો છે. એક સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ તહેનાત કરાઈ છે. લોકોને સાવચેતી રાખવા, બિનજરૂરી બહાર ન નીકળવા, અને કંટ્રોલ રૃમનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.