પંચમહાલના મોટા વાજપુરા ગામમાં બાળકીનો શિકાર કરનાર દીપડો આખરે પાંજરે પૂરાયો
પંચમહાલના મોટા વાજપુરા ગામમાં બાળકીનો શિકાર કરનાર દીપડો આખરે પાંજરે પૂરાયો
Published on: 31st July, 2026

બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં 4 વર્ષની બાળકી ભવ્યાને મોતને ઘાટ ઉતારનાર આદમખોર દીપડાને વન વિભાગે ગણતરીના કલાકોમાં જ સફળતાપૂર્વક પકડી પાડ્યો. આ ઘટના બાદ સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી. વનવિભાગની ટીમે ઘટના સ્થળ નજીક રાત્રિના સમયે પાંજરું ગોઠવી દીપડા પર સતત નજર રાખી હતી. દીપડો પકડાયા બાદ ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઊમટ્યા હતા અને વનવિભાગે તેને વધુ કાર્યવાહી માટે જબુગામ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડ્યો.