₹75 લાખના બિલ મુદ્દે દબાણ, ચિલ્ડ્રન યુનિ.ના રજીસ્ટ્રાર સંજય ગુપ્તાનું રાજીનામું
₹75 લાખના બિલ મુદ્દે દબાણ, ચિલ્ડ્રન યુનિ.ના રજીસ્ટ્રાર સંજય ગુપ્તાનું રાજીનામું
Published on: 31st July, 2026

ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. ટોય હાઉસ બિલ્ડિંગ માટે બીપીસીએલના CSR ફંડમાંથી મળેલી ગ્રાન્ટનો ઉપયોગ ટેન્ડર કરતાં વધુ ચૂકવણી અને નવા કેમ્પસમાં કરવામાં આવ્યો હતો. આશરે 75 લાખ રૂપિયાના બિલ પર સહી કરવા રજીસ્ટ્રાર સંજય ગુપ્તાને આદેશ કરાતાં તેમણે તાત્કાલિક મેઈલ દ્વારા રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ વિશ્વાસુ અધિકારીની નિમણૂંક શક્ય છે. આર્થિક ગોટાળાથી વાકેફ ફાયનાન્સ ઓફિસરની પણ બદલી કરાઈ હોવાનો આક્ષેપ છે.