ઊંઝાની વરિયાળીને મળ્યો જીઆઈ ટેગ, જીરુની જેમ હવે વૈશ્વિક સ્તરે મળશે નવી ઓળખ
ઊંઝાની વરિયાળીને મળ્યો જીઆઈ ટેગ, જીરુની જેમ હવે વૈશ્વિક સ્તરે મળશે નવી ઓળખ
Published on: 13th July, 2026

ઊંઝા APMC માટે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર તરીકે જાણીતા ઊંઝાના વિશ્વપ્રસિદ્ધ જીરા બાદ, હવે અહીંની ઉચ્ચ ગુણવત્તાયુક્ત વરિયાળીને પણ સત્તાવાર રીતે 'જીઆઈ ટેગ' (Geographical Indication Tag) એનાયત કરવામાં આવ્યો છે. આ ટેગ મળ્યા બાદ ઊંઝાની વરિયાળીને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે અને તે વિશ્વભરમાં એક સ્થાપિત બ્રાન્ડ તરીકે ઉભરી આવશે. આ સિદ્ધિથી સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને સીધો આર્થિક ફાયદો થશે.