મોરબીના હળવદ નજીક સ્કૂલ બસ ટ્રક સાથે અથડાઈ
મોરબીના હળવદ નજીક સ્કૂલ બસ ટ્રક સાથે અથડાઈ
Published on: 18th July, 2026

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ચરાડવા નજીક એક ખાનગી સ્કૂલની બસ આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાતાં 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. દેવીપુર પાસે બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક ઈજાગ્રસ્ત બાળકોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા. 5 વિદ્યાર્થીઓને ચરાડવા સરકારી હોસ્પિટલમાં અને 2 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે મોરબી રિફર કરાયા છે. પોલીસે અકસ્માતના કારણની તપાસ હાથ ધરી છે.