ગુજરાતમાં 95 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં 95 તાલુકામાં વરસાદ
Published on: 18th July, 2026

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધુ 3.70 ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડતાં ખેડૂતો ખુશ છે. નવસારી, સુરત, આણંદ, પંચમહાલ, ભાવનગર અને ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ માટે તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.