મધ્ય ગુજરાતમાં પ્રી-મોન્સૂન વાવાઝોડાની ભયાનક અસર.
મધ્ય ગુજરાતમાં પ્રી-મોન્સૂન વાવાઝોડાની ભયાનક અસર.
Published on: 01st June, 2026

મધ્ય ગુજરાતમાં વાવાઝોડા અને ભારે પવન સાથે આવેલા પ્રી-મોન્સૂન વરસાદે વિનાશ વેર્યો છે. છેલ્લા 48 કલાકથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. કાચા મકાનોના પતરાં ઉડી ગયા અને પાકા બાંધકામો પણ ધરાશાયી થયા છે. નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં મકાનનો સ્લેબ પડતાં 11 વર્ષની બાળકીનું મોત થયું. નસવાડીમાં તાડનું ઝાડ પડતાં અરવિંદ તડવી નામના વ્યક્તિનું મૃત્યુ થયું. દાહોદના લીમખેડામાં મકાન ધરાશાયી થતાં 8 લોકો ઘાયલ થયા, જ્યારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીનો મુખ્ય ગેટ પણ નુકસાન પામ્યો. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ છે અને રસ્તાઓ પર વૃક્ષો પડવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે.