ઈદમાં ગાયની કુરબાની અનિવાર્ય નથી, જાહેરમાં વધ ન થઈ શકે : કલકત્તા હાઈકોર્ટ
ઈદમાં ગાયની કુરબાની અનિવાર્ય નથી, જાહેરમાં વધ ન થઈ શકે : કલકત્તા હાઈકોર્ટ
Published on: 22nd May, 2026

પશ્ચિમ બંગાળની સરકારે ૧૩મી મેના રોજ બકરી ઈદને લઈને નવું નોટિફિકેશન જારી કર્યું હતું. એ મુજબ બકરી ઈદે જાહેરમાં કુરબાની આપી શકાશે નહીં. તે ઉપરાંત ગાયના વધ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સામે કલકત્તા હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ નિયમ પર સ્ટે મૂકવાની માગણી થઈ હતી, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જાહેરમાં પશુવધ થઈ શકે નહીં ને ગાયની કુરબાની ઈસ્લામમાં ફરજિયાત નથી.