યુવાનોનો આક્રોશ જેન -ઝી સ્વરૂપે એક કરોડ 'કોકરોચ' ફોલોઅર્સ.
યુવાનોનો આક્રોશ જેન -ઝી સ્વરૂપે એક કરોડ 'કોકરોચ' ફોલોઅર્સ.
Published on: 22nd May, 2026

ભારતના મુખ્ય ન્યાયધીશે એક સુનાવણી વખતે ટીપ્પણી કરી હતી કે કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ અને પેરાસાઈટ જેવા હોય છે. એમાંથી અમુક મીડિયા, સોશિયલ મીડિયા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છે. આ ટીપ્પણી પછી યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. સોશિયલ મીડિયામાં એના પડઘા પડયા હતા. જોકે, એ પછી સીજેઆઈએ સ્પષ્ટતા પણ કરી હતી કે તેની ટીપ્પણીને જુદી રીતે લેવામાં આવી છે, પરંતુ ત્યાં સુધી આ મામલો ઉગ્ર બની ચૂક્યો હતો.