ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે HTAT પરીક્ષા અંગે મોટી રાહત
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે HTAT પરીક્ષા અંગે મોટી રાહત
Published on: 17th September, 2026

ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષણ વિભાગે HTAT (Head Teacher Aptitude Test) પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે આ પરીક્ષા આપવા માટે સ્નાતક (Graduate) હોવું ફરજિયાત રહેશે નહીં. આ નિર્ણયથી રાજ્યના હજારો શિક્ષકોને પ્રમોશન માટે મોટી રાહત મળશે. ફીડર કેડરના શિક્ષકો પોતાની લાયકાતના આધારે પરીક્ષા આપી શકશે. તેમજ, જિલ્લા ફેરબદલીના હુકમો થયા હોવા છતાં ફરજમુક્ત ન થયેલા શિક્ષકો પણ HTAT પરીક્ષા માટે પાત્ર ગણાશે, જે શિક્ષક મંડળો દ્વારા આવકારવામાં આવ્યું છે.