આજે 75 હજાર ઉમેદવારો TAT-S મેઇન્સની પરીક્ષા આપશે
આજે 75 હજાર ઉમેદવારો TAT-S મેઇન્સની પરીક્ષા આપશે
Published on: 20th September, 2026

રાજ્યમાં રવિવારે 75 હજાર ઉમેદવારો TAT-S મેઇન્સ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ અને પશ્ચિમ ગુજરાતમાં અનેક કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને CCTV દેખરેખ રાખવામાં આવી છે. ઉમેદવારોએ જણાવ્યું કે પરીક્ષામાં સ્પર્ધા વધી રહી છે, અને સરકાર દ્વારા પરીક્ષા યોજ્યા બાદ સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરી છે. આ પરીક્ષા દ્વારા શિક્ષકોની ઘટ ભરવામાં આવશે.