હોસ્પિટલના ઘટાદાર વૃક્ષો ધડાધડ કપાતા નિર્દોષ પક્ષીઓ મરી ગયા
હોસ્પિટલના ઘટાદાર વૃક્ષો ધડાધડ કપાતા નિર્દોષ પક્ષીઓ મરી ગયા
Published on: 20th September, 2026

અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી એક અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધોળકા નગરપાલિકા દ્વારા સંચાલિત સંતોકબા હોસ્પિટલના પરિસરમાં અંદાજે 10 જેટલા વિશાળ વૃક્ષોને કોઈ પણ જાતની સંવેદના વગર કાપી નાખવામાં આવ્યા. આ ઘટનાના કારણે વર્ષોથી ત્યાં વસવાટ કરતા અને માળા બાંધીને રહેતા સેંકડો નિર્દોષ પક્ષીઓ, જેમાં ઘણા નવજાત બચ્ચાંઓ પણ સામેલ હતા, તેઓએ કરુણ મોતને ભેટી ગયા. ચોમાસાની ઋતુમાં પ્રજનન અને બચ્ચાં ઉછેરવાના મુખ્ય સમયે જ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા સ્થાનિક રહીશો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.