દીવની હોટલ પાર્કિંગમાં કારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
દીવની હોટલ પાર્કિંગમાં કારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Published on: 20th September, 2026

દીવના ચોક વિસ્તારમાં એક હોટલના પાર્કિંગમાં કારમાંથી જેતપુરના યુવકનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. સિક્યોરિટી ગાર્ડની શંકા બાદ પોલીસે કારનો કાચ તોડી મૃતદેહ બહાર કાઢ્યો. મૃતક યુવકની ઓળખ નીતિન સરધારા તરીકે થઈ છે. CCTV ફૂટેજમાં યુવક પોતે જ કાર પાર્ક કરતો દેખાય છે. પ્રાથમિક અનુમાન હાર્ટ એટેકનું છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પોલીસે યુવક દીવમાં શા માટે આવ્યો હતો અને તેના રોકાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.