ઝીંગા ખરીદી અને ઉછીના પૈસા બાબતે બોલાચાલી બાદ બે યુવક પર લોખંડના સળિયાથી હુમલો.
ઝીંગા ખરીદી અને ઉછીના પૈસા બાબતે બોલાચાલી બાદ બે યુવક પર લોખંડના સળિયાથી હુમલો.
Published on: 20th September, 2026

ભાવનગરના રાજપુર ગામ નજીક ઝીંગા ખરીદવા અને ઉછીના આપેલા રૃપિયા ૩૦૦૦ પાછા માગવાની બાબતે થયેલી બોલાચાલી બાદ એક શખસે લોખંડના સળિયા વડે બે યુવકો પર હુમલો કર્યો. આ હુમલામાં એક યુવકનો હાથ ફેક્ચર થયો અને બંને પગે ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ધોલેરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.