અમદાવાદમાં કોમર્શિયલ RMC પ્લાન્ટ પર પ્રતિબંધ
અમદાવાદમાં કોમર્શિયલ RMC પ્લાન્ટ પર પ્રતિબંધ
Published on: 20th September, 2026

અમદાવાદ શહેરમાં દોઢ વર્ષના આયોજન બાદ આખરે RMC (Ready Mix Concrete) પ્લાન્ટ સ્થાપવા અને ચલાવવા માટે નવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. આ નીતિ મુજબ, રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારોમાં ઓફ સાઈટ કોમર્શિયલ આરએમસી પ્લાન્ટ સ્થાપવા પર પ્રતિબંધ રહેશે. ફક્ત ઔદ્યોગિક, કૃષિ અને લોજિસ્ટિક ઝોનમાં જ આવા પ્લાન્ટની મંજૂરી મળશે. પ્રદૂષણ નિયંત્રણ માટે કડક જોગવાઈઓ અને નિયમોનું પાલન ન કરનાર પર દંડ થશે. બાંધકામ સાઇટ પરના નોન-કમર્શિયલ પ્લાન્ટને આ નિયમો લાગુ પડશે નહીં.