મહેસાણા નર્મદા કેનાલમાં બે યુવતીઓના મૃતદેહ મળ્યા
મહેસાણા નર્મદા કેનાલમાં બે યુવતીઓના મૃતદેહ મળ્યા
Published on: 20th September, 2026

મહેસાણાના નાની કડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાહદારીઓની નજર મૃતદેહો પર પડતાં ઘટનાની જાણ થઈ હતી. આ બંને યુવતીઓના હાથ બાંધેલા હોવાનો દાવો કરાયો છે, જોકે સત્તાવાર પુષ્ટિ નથી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. મૃતદેહોની ઓળખ અને મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.