ગુજરાતમાં 19.2% વસતી તમાકુની બંધાણી
ગુજરાતમાં 19.2% વસતી તમાકુની બંધાણી
Published on: 20th September, 2026

ગુજરાતમાં તમાકુના વ્યસને ચિંતાજનક સ્તર ગાથ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યની 19.2% વસતી તમાકુનો ઉપયોગ કરે છે, જે પંજાબ, દિલ્હી અને ગોવા જેવા રાજ્યો કરતાં પણ વધુ છે. ખાસ કરીને 45-65 વર્ષની વયજૂથમાં તમાકુનું વ્યસન સૌથી વધુ છે. આ વધતા વપરાશને કારણે રાજ્યમાં ઓરલ કેન્સર (મોઢાનું કેન્સર)નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. ગુટખા અને ચાવવાની તમાકુનો ઉપયોગ વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે.