અમદાવાદ સાયબર ગઠિયા ટોળકીનો ત્રાસ
અમદાવાદ સાયબર ગઠિયા ટોળકીનો ત્રાસ
Published on: 20th September, 2026

અમદાવાદ શહેરમાં ફરી એકવાર સાયબર ઠગ ટોળકી સક્રિય થઈ છે. ગેસ બિલ અપડેટ, ટ્રાફિક મેમો અને ફેસબુક રીલના બહાને ત્રણ નાગરિકો સાથે કુલ રૂ. ૨૧.૮૮ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ ટોળકી અજાણી લિંક, સોશિયલ મીડિયા અને બનાવટી APK ફાઇલ દ્વારા મોબાઇલનો એક્સેસ મેળવી બેન્ક ખાતાં સાફ કરી દે છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.