યુવક સાથે વાત કરતા રોકનાર પિતાને મોબાઇલની લતે ચઢેલી વિદ્યાર્થિનીએ બચકાં ભર્યાં
યુવક સાથે વાત કરતા રોકનાર પિતાને મોબાઇલની લતે ચઢેલી વિદ્યાર્થિનીએ બચકાં ભર્યાં
Published on: 25th August, 2026

મોબાઇલની લતને કારણે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં એક સગીર વિદ્યાર્થિની અભ્યાસ છોડીને રૂમમાં જ રહેવા લાગી હતી. પરિવારજનોએ મોબાઇલનો ઉપયોગ રોકવાનો પ્રયાસ કરતાં તે ઉગ્ર બની અને અજાણ્યા યુવક સાથે વાત કરતી હોવાનું સામે આવ્યું. પિતાએ ફોન લઈ લેતાં વિદ્યાર્થિનીએ તેમને બચકાં ભર્યા હતા. વારંવાર ગુસ્સો અને બેફામ વર્તનથી પરેશાન પરિવારે, અજાણ્યો યુવક તેને ફોસલાવતો હોવાની શંકા વચ્ચે, અંતે અભયમની મદદ લીધી હતી.