જૂનાગઢ GIDC-2 માં મેનેજર અને પ્રમુખની મંજૂરી વિના મનપા દ્વારા ખોદકામ
જૂનાગઢ GIDC-2 માં મેનેજર અને પ્રમુખની મંજૂરી વિના મનપા દ્વારા ખોદકામ
Published on: 31st July, 2026

જૂનાગઢ જીઆઇડીસી-2 માં મનપા દ્વારા ગુરૂવારે જીઆઇડીસી મેનેજર અને એસોસિએશન પ્રમુખની મંજૂરી વગર જ ખોદકામની કામગીરી શરૂ કરાતા પ્રમુખ સહિતના કારખાનેદારોએ કામ રોકી હોબાળો મચાવ્યો હતો. એપ્રિલમાં રસ્તાના કામની બાંહેધરી છતાં ત્રણ મહિના બાદ પણ કામ ન થતાં કારખાનેદારોમાં રોષ છે. મેયરે એક મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ તેનું પાલન થયું નથી. મનપાના સુપરવાઇઝરે મંજૂરી બાબતે કોઇ જવાબ આપ્યો નહિ.