ગિરનારના 50 પગથિયે ત્રણ નર સિંહોની લટાર
ગિરનારના 50 પગથિયે ત્રણ નર સિંહોની લટાર
Published on: 31st July, 2026

ગિરનાર પર્વત પર વહેલી સવારે નવી સીડીના 50મા પગથિયાં નજીક ત્રણ નર સિંહો મુક્તપણે લટાર મારતા જોવા મળ્યા હતા. આ અંગે જાણ થતાં જ વન વિભાગની ટીમ અને ટ્રેકર ટીમે ત્વરિત મોરચો સંભાળી લીધો હતો. વનકર્મીઓએ સિંહોની ગતિવિધિ પર નજર રાખી, યાત્રાળુઓની સુરક્ષા જાળવી રાખી સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ વાળી દેવાયા હતા. ગત 11 જુલાઈના રોજ 2 સિંહોએ 12 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો, જેમાં બે સિંહોને આજીવન સજા ફટકારવામાં આવી છે.