ગોધરા રેલવે સ્ટેશનમાં નવી લિફ્ટમાં 6 મુસાફરો ફસાયા
ગોધરા રેલવે સ્ટેશનમાં નવી લિફ્ટમાં 6 મુસાફરો ફસાયા
Published on: 18th July, 2026

ગોધરા રેલવે સ્ટેશન પર તાજેતરમાં શરૂ થયેલી નવી લિફ્ટમાં 6 મુસાફરો ફસાઈ જતાં અફડાતફડી મચી ગઈ. પ્લેટફોર્મ નંબર 5 પર મુસાફરો સવાર થતાં જ લિફ્ટ અધવચ્ચે ખોટકાઈ ગઈ. લગભગ એક કલાક સુધી મુસાફરો અંદર ફસાયેલા રહ્યા, જેમણે 112 પર સંપર્ક કરીને મદદ માંગી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કટર મશીન વડે લિફ્ટના પતરા કાપી તમામ 6 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા. આ ઘટનાએ રેલવે તંત્રની ઘોર બેદરકારી અને વહીવટી ખામી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.