અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથ રથયાત્રા: 2000 જવાનો સાથે પોલીસ તંત્ર સજ્જ
અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથ રથયાત્રા: 2000 જવાનો સાથે પોલીસ તંત્ર સજ્જ
Published on: 13th July, 2026

અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથ રથયાત્રાના શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, રથયાત્રાના રૂટ પર 2000થી વધુ પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનો સાથે એક ભવ્ય રિહર્સલ (મેગા મોક ડ્રીલ)નું આયોજન કરવામાં આવ્યું. ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. SRP અને RAF જેવી વિશેષ ટુકડીઓ પણ તૈનાત છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળ શકાય.