સૌની યોજનાના નીર ઉંડ-1માં પહોંચ્યા, જામનગરને પાણી પૂરું પાડવા કવાયત
સૌની યોજનાના નીર ઉંડ-1માં પહોંચ્યા, જામનગરને પાણી પૂરું પાડવા કવાયત
Published on: 31st July, 2026

જામનગર શહેરને પીવાના પાણીની સમસ્યા ન વર્તાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના (SAUNI Yojana) હેઠળ 550 એમસીએફટી પાણીની માંગણી કરાઈ હતી. રાજ્ય સરકારની મંજૂરી બાદ, સૌ પ્રથમ મચ્છુ-2 ડેમમાંથી આજી-3 ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું. હવે, આજી-3 ડેમમાંથી ઉંડ-1 ડેમમાં પાણી પહોંચાડવાની કામગીરી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં તબક્કાવાર ઉંડ-1 ડેમમાંથી સસોઈ ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે. આયોજન મુજબ, રણજીતસાગર ડેમ, ઉંડ-1, સસોઈ અને આજી ડેમમાંથી જરૂરી જથ્થા સાથે શહેરમાં પાણી વિતરણ ચાલુ રહેશે, જેથી કોઈ વિક્ષેપ ન સર્જાય.