દેવભૂમિ દ્વારકામાં હાઈવે ઓથોરીટીની સક્રિયતા
દેવભૂમિ દ્વારકામાં હાઈવે ઓથોરીટીની સક્રિયતા
Published on: 31st July, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો અને અનઅધિકૃત પ્રવેશ માર્ગો સામે એક સંયુક્ત મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી. આ ત્રણ દિવસીય વિશેષ ઝુંબેશ દરમિયાન, નાના-મોટા કુલ 65 દબાણો અને 42 અનઅધિકૃત ગેપ દૂર કરવામાં આવ્યા. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. આ અભિયાન બાદ, હાઇવે કિનારે આવેલા વ્યાવસાયિક એકમોના સંચાલકોમાં જરૂરી મંજૂરીઓ મેળવવા માટે દોડધામ શરૂ થઈ છે.