મોરબીના વાવડી રોડ પર સફાઈના નામે વેઠ
મોરબીના વાવડી રોડ પર સફાઈના નામે વેઠ
Published on: 31st July, 2026

મોરબીના વાવડી રોડ પર મનપાની સફાઈ કામગીરી નબળી હોવાથી ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. હજારો વાહનો અને મધ્યમવર્ગીય સોસાયટીઓના કેન્દ્ર સમાન આ રોડની બંને બાજુએ કચરાના વિશાળ ઢગલા ખડકાયા છે. અગાઉ મૂકેલી કચરા ટોપલીઓ પણ ભંગાર હાલતમાં છે અને કચરો રોડ પર વેરવિખેર પડ્યો છે. નાલામાં પણ કચરો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ચોમાસાને કારણે રોગચાળો ફાટી નીકળવાનું જોખમ છે, છતાં મનપા તંત્રની બેદરકારીથી સ્થાનિકોમાં ભારે રોષ છે.