પોરબંદરની સ્કૂલ પાસે સ્પીડબેકર અને ઝેબ્રા ક્રોસિંગનો અભાવ.
પોરબંદરની સ્કૂલ પાસે સ્પીડબેકર અને ઝેબ્રા ક્રોસિંગનો અભાવ.
Published on: 31st July, 2026

પોરબંદરથી માધવપુર હાઈવે પર કમલાબાગથી છાંયા ચોકી સુધીની રોડ પર સ્પીડબેકર અને ઝેબ્રા ક્રોસિંગ નથી. આ મુખ્ય માર્ગ પર સરકારી એમ.કે. ગાંધી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ આવેલી છે, જ્યાં 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સતત વાહનોના ટ્રાફિક અને સ્કૂલના સમય દરમિયાન ધસારાને કારણે અકસ્માતનો ભય રહે છે. સુપ્રીમ કોર્ટ અને IRC ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હેવી વાહનો અને ઓવરસ્પીડિંગથી બાળકોની સુરક્ષા જોખમાઈ રહી છે.