બોડેલી રેલવે ફાટકમાં ટેક્નિકલ ખામી, ટ્રાફિક જામ સર્જાયો
બોડેલી રેલવે ફાટકમાં ટેક્નિકલ ખામી, ટ્રાફિક જામ સર્જાયો
Published on: 31st July, 2026

બોડેલી રેલવે ફાટકમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે ગુરુવારે બંને તરફ ટ્રાફિક જામ થયો હતો. ટ્રેન પસાર થયા બાદ એક તરફનો ગેટ ઊંચો ન થતાં વાહનોની લાંબી કતારો લાગી હતી, જેનાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. રેલવે કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જાતે ગેટ ઊંચો કરીને ફાટક ખોલ્યો હતો. સમયસર ખામી દૂર થતાં વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો અને સંભવિત અકસ્માત ટળી ગયો હતો.