પ્રાચીન ખગોળશાસ્ત્રથી રડાર સુધી: હવામાન આગાહીની અદ્ભૂત વૈજ્ઞાનિક યાત્રા
અત્યારે ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગની સચોટ આગાહીઓથી તંત્ર અને જનતા એલર્ટ છે. આ સફળતા પાછળ પ્રકૃતિના સૂક્ષ્મ નિરીક્ષણથી લઈને સેટેલાઈટ ગોઠવવા સુધીની વૈજ્ઞાનિક યાત્રા છુપાયેલી છે. પ્રાચીનકાળમાં 'ભડલી વાક્યો' અને 'બૃહત્સંહિતા' જેવા ગ્રંથોમાં વરસાદના અનુમાન માટે લોકવિજ્ઞાન અને ખગોળશાસ્ત્રીય ગણતરીઓનો ઉપયોગ થતો હતો. 17મી સદીમાં થર્મોમીટર અને બેરોમીટરની શોધથી સત્તાવાર આગાહીઓ શરૂ થઈ. 20મી-21મી સદીમાં સુપરકોમ્પ્યુટર, ડોપ્લર રડાર અને સેટેલાઈટ ટેકનોલોજીથી આગાહીઓ અત્યંત સચોટ બની છે.
પ્રાચીન ખગોળશાસ્ત્રથી રડાર સુધી: હવામાન આગાહીની અદ્ભૂત વૈજ્ઞાનિક યાત્રા
ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, તાપી, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ
ગુજરાતમાં 31 જુલાઈ 2026 ના રોજ રેડ એલર્ટ વચ્ચે સુરતના અંબિકામાં 24.06 ઈંચ સહિત ભારે વરસાદ નોંધાયો. ત્રણ તાલુકામાં 16 ઈંચથી વધુ અને નવ તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો. સુરત, તાપી, ખેડા, નવસારી, ભરુચ, વલસાડ, ડાંગ, આણંદ, નર્મદા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ વરસ્યો. અમદાવાદમાં પણ તોફાની વરસાદ જોવા મળ્યો. કુલ 255 તાલુકામાં અતિ ભારેથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સર્વત્ર પાણી ભરાયા હતા.
ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, તાપી, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ
ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે આંગણવાડી, શાળા-કોલેજ બંધ
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, સતત બીજા દિવસે તા. ૧ ઓગસ્ટના રોજ તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટર ડો. મનીષ બંસલે આ જાહેરાત કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. જોકે, શાળા-કોલેજના આચાર્યો, શિક્ષકો અને કર્મચારીઓએ નિયમિત રીતે હાજર રહી વહીવટી કામગીરી કરવાની રહેશે.
ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે આંગણવાડી, શાળા-કોલેજ બંધ
ડીસામાં દિવસભર ઉકળાટ બાદ વરસાદી ઝાપટું
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ડીસામાં અસહ્ય બફારા બાદ બપોરના સમય વરસાદી ઝાપટું થતા ગરમીમાં રાહત મળી હતી. જોકે આ વરસાદી ઝાપટુંથી અનેક માર્ગો પર પાણી ભરાયા હતા જેમાં ડીસાના જલારામથી રાણપુર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે સામાન્ય વરસાદથી ડીસાના માર્ગો પર પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું.
ડીસામાં દિવસભર ઉકળાટ બાદ વરસાદી ઝાપટું
ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી: 44 રેપિડ રિસ્પોન્સ અને 174 ફીલ્ડ ટીમ તૈનાત
ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે. નાગરિકોને તકલીફ ન પડે તે માટે 44 રેપિડ રિસ્પોન્સ ટીમ અને 174 ફીલ્ડ ટીમ સજ્જ કરાઈ છે. રેપિડ રિસ્પોન્સ ટીમ આપત્તિ સમયે તાત્કાલિક સારવાર આપશે, જ્યારે ફીલ્ડ ટીમો રોગચાળો ન ફેલાય તે માટે સર્વેલન્સ, પીવાના પાણીનું ક્લોરીનેશન અને દવા છંટકાવ કરશે. ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. આરોગ્ય વિભાગ નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને આરોગ્ય કટોકટીમાં સંપર્ક કરવા અપીલ કરે છે.
ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી: 44 રેપિડ રિસ્પોન્સ અને 174 ફીલ્ડ ટીમ તૈનાત
પંચમહાલના જાંબુઘોડામાં બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પંથકમાં શુક્રવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો હતો. માત્ર બે કલાકમાં જ અંદાજે સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર નગર પાણી-પાણી થઈ ગયું હતું. નગરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ભારે વરસાદને કારણે નદી-નાળા, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે.
પંચમહાલના જાંબુઘોડામાં બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ
ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, માણસામાં એક ઇંચથી વધુ પાણી ભરાયા
ગાંધીનગર જિલ્લામાં આગાહી પ્રમાણે વરસાદ થયો. માણસામાં એક ઇંચ, દહેગામમાં અડધો ઇંચથી વધુ, કલોલમાં અડધો ઇંચ અને ગાંધીનગરમાં 7 એમએમ વરસાદ નોંધાયો. માણસાના નીચાણવાળા વિસ્તારોમાં થોડો સમય પાણી ભરાયા હતા, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં રાહત રહી. તંત્ર એલર્ટ મોડ પર હતું અને NDRF, SDRF ની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી. આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે.
ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, માણસામાં એક ઇંચથી વધુ પાણી ભરાયા
ખંભાત પાણી-પાણી: 7 ઈંચ વરસાદ, 40 લોકોનું સલામતી માટે સ્થળાંતર
ખંભાત પંથકમાં મેઘરાજાની અવિરત કૃપાને કારણે 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેના પરિણામે સમગ્ર તાલુકો જળબંબાકાર થઈ ગયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે અને ઘણા રસ્તાઓ નદી સમાન બની ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. સલામતીને ધ્યાનમાં રાખીને, જૂની આખોલ ગામના દરિયાકાંઠાના 40 થી વધુ રહેવાસીઓને આખોલ પ્રાથમિક શાળામાં સુરક્ષિત સ્થળાંતર કરાયા છે.
ખંભાત પાણી-પાણી: 7 ઈંચ વરસાદ, 40 લોકોનું સલામતી માટે સ્થળાંતર
આણંદ જિલ્લામાં અતિભારે વરસાદ: 127 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું
આણંદ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર દ્વારા 127 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ લોકો બોરસદ, વડોદરા જિલ્લાના ડબકા ગામ, ખંભાત, સોજિત્રા અને પેટલાદ જેવા વિસ્તારોમાંથી છે. સ્થળાંતર કરાયેલા તમામ 127 રહીશો માટે રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં અતિભારે વરસાદ: 127 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું
આણંદ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
આણંદ જિલ્લામાં શુક્રવારે સવારે 6 થી સાંજે 4 દરમિયાન થયેલા મુશળધાર વરસાદને કારણે ખંભાત, બોરસદ, પેટલાદ, આણંદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ અને આંકલાવ જેવા તાલુકાઓમાં ભારે પાણી ભરાયા. સૌથી વધુ 7.48 ઇંચ વરસાદ ખંભાતમાં નોંધાયો. હવામાન વિભાગની આગાહીને પગલે 150 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા. આણંદ ડીએસપી નિવાસસ્થાન પાસે ગરનાળામાં તણાઈ જતાં 9 વર્ષીય બાળકી પ્રિતીબેન સોલંકીનું મોત થયું, જ્યારે અન્ય ત્રણ બાળકોને સારવાર હેઠળ ખસેડાયા. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
આણંદ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
ખેડા જિલ્લામાં સવારે 6થી સાંજે 4 વાગ્યાનો વરસાદ
કપડવંજ તાલુકા માં 4 મી.મી, કઠલાલ તાલુકામા 87 મી.મી, મહેમદાવાદમાં 94 મી.મી, ખેડામાં 87 મી.મી, માતરમાં 86 મી.મી, નડિયાદમાં 201 મી.મી, મહુધામાં 133 મી.મી, ઠાસરામા 26 મી.મી, ગળેતશ્વરમાં 11 મી.મી, વસોમાં 242 મી.મી, ફાગવેલમાં 131 મી.મી વરસાદ નોંધાયો છે. શનિવારે ભારે વરસાદની આગાહી છે.
ખેડા જિલ્લામાં સવારે 6થી સાંજે 4 વાગ્યાનો વરસાદ
નડિયાદના ડભાણમાં સ્વામિનારાયણ મંદિર પાસે ત્રણ ફૂટ પાણી ભરાયા
નડિયાદ મનપા સમાવિષ્ટ ડભાણમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કુમાર શાળા અને સ્વામિનારાયણ મંદિર (વડતાલતાબા) પાસે ભાગોળમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઇ ગયા હતા. મનપા દ્વારા ગટર લાઇન સાફ કરવામાં નહીં આવતાં આ સમસ્યા સર્જાઇ છે. અમુક ઘરોમાં પાણી પણ ઘુસી ગયા હતા. ગામના પીપળવાળુ ફળિયામાં રહેતા દિગ્વિજય જશભાઇ પટેલના મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી
નડિયાદના ડભાણમાં સ્વામિનારાયણ મંદિર પાસે ત્રણ ફૂટ પાણી ભરાયા
પંચમહાલના બોડેલીમાં મેઘતાંડવ, બે કલાકમાં ચાર ઈંચ વરસાદે સર્જ્યો હાહાકાર
બોડેલીમાં શુક્રવારે સાંજે માત્ર બે કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું. મુખ્ય માર્ગો, બજાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો. દિવાન ફ્ળિયા અને રજાનગર જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ફસાયા. NDRFની ટીમે 27 લોકોને રેસ્ક્યૂ કર્યા અને અન્ય પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા. વહીવટી તંત્રે સાવચેતી રાખવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. બચાવ કામગીરી ચાલુ છે.
પંચમહાલના બોડેલીમાં મેઘતાંડવ, બે કલાકમાં ચાર ઈંચ વરસાદે સર્જ્યો હાહાકાર
ડભોઇના ચાંદોદ તીર્થધામમાં નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો
ડભોઇ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીના જળપ્રવાહમાં અચાનક વધારો જોવા મળ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં થયેલા વરસાદને કારણે ઓરસંગ નદી અને તિલકવાડા તથા નર્મદા કાંઠાના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદથી મેણ નદીનો ધસમસતો પ્રવાહ પણ નર્મદાજીમાં ભળી રહ્યો છે. પ્રથમવાર આટલી વિપુલ પ્રમાણમાં પાણીની આવક જોવા મળે છે. જો પાણીની આવક ચાલુ રહેશે તો નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળશે, જેના રમણીય દ્રશ્યો નિહાળવા લોકોમાં ઉત્સાહ છે.
ડભોઇના ચાંદોદ તીર્થધામમાં નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો
મોડાસા-ધનસુરામાં ધોધમાર વરસાદ, NDRFની ટીમ તૈનાત
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે મોડાસામાં સવા ઇંચ અને ધનસુરામાં એક ઇંચ વરસાદ નોંધાયો. આવતીકાલે ઓરેન્જ એલર્ટને પગલે જિલ્લા વહીવટીતંત્રે NDRFની ટીમ બોટ્સ, લાઇફ જેકેટ્સ અને આધુનિક સાધનો સાથે તૈનાત કરી છે. આ ટીમ પૂર, પાણી ભરાવા કે અન્ય આપત્તિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્યો માટે સજ્જ છે. NDRF ઇન્સ્પેક્ટર વિનીતસિંહે જણાવ્યું કે ટીમ સંપૂર્ણ તૈયારી સાથે સ્થાનિક વહીવટીતંત્રના સંકલનમાં છે. નાગરિકોને કટોકટીમાં 1077 પર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
મોડાસા-ધનસુરામાં ધોધમાર વરસાદ, NDRFની ટીમ તૈનાત
સંખેડા તાલુકામાં સવારે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
સંખેડા તાલુકામાં વહેલી સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે છીપવાડમાં એક ખાલી મકાન ધરાશાયી થયું, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. હેરણ અને ઉચ્છ નદીઓમાં પાણીની ભારે આવક થતાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. તાલુકા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું હતું અને સંખેડા મામલતદારે સ્થળ નિરીક્ષણ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
સંખેડા તાલુકામાં સવારે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
વડોદરામાં લૉ-ડિપ્રેશનની આગાહી, ડેસર તાલુકા તંત્ર એલર્ટ મોડ પર
હવામાન વિભાગ દ્વારા લૉ-ડિપ્રેશન અને ભારે વરસાદની આગાહીને પગલે ડેસર તાલુકાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, મામલતદાર અને પોલીસ વિભાગ દ્વારા સંભવિત આપત્તિને પહોંચી વળવા તૈયારી પૂર્ણ કરાઈ છે. બચાવ કામગીરી માટે બોટ, લાઇફ જેકેટ સહિતના સાધનો સ્ટેન્ડબાય રખાયા છે. નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાં પર સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને જોખમી સ્થળોએ ન જવા અપીલ કરાઈ છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ શનિવાર, 1 ઓગસ્ટના રોજ શાળા, કોલેજો અને ITI માં રજા જાહેર કરાઈ છે.
વડોદરામાં લૉ-ડિપ્રેશનની આગાહી, ડેસર તાલુકા તંત્ર એલર્ટ મોડ પર
વડોદરાના સાવલી નગરમાં મોડીસાંજે દોઢ ઇંચ વરસાદ
સાવલી નગરમાં આજે સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ઠેરઠેર પાણી ભરાયા હતા. માત્ર 35 મીમી વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ હતી. પોલીસ સ્ટેશન-જન્મોત્રી હોસ્પિટલ માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતાં રાહદારીઓ અને દર્દીઓને ભારે હાલાકી પડી હતી. જશોદાનગર ચોકડી, ગોકુળ વાટીકા, પોલીસ મથકથી સાવલી હાઇસ્કુલ રોડ, જૂની શાકમાર્કેટ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો 8-10 ઇંચ વરસાદ પડે તો નગરની સ્થિતિ શું થશે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
વડોદરાના સાવલી નગરમાં મોડીસાંજે દોઢ ઇંચ વરસાદ
વડોદરાના મકરપુરામાં કાર પાણીમાં ફસાઈ
શુક્રવારે વહેલી સવારે થયેલા ભારે વરસાદને કારણે મકરપુરામાં મેઘા મેડિકલ સ્ટોર નજીક પાણી ભરાતા એક કાર ફસાઈ ગઈ હતી. નોકરીની શિફ્ટ પૂરી કરી ઘરે જતા સુમિત શર્મા અને તેમના સહકર્મી કારમાં ફસાઈ ગયા હતા. કાર વોટરલોક થઈ ગઈ હતી અને દરવાજા પણ લોક થઈ ગયા હતા. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે ટ્રેક્ટરની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢી બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
વડોદરાના મકરપુરામાં કાર પાણીમાં ફસાઈ
વલસાડમાં ઔરંગા નદીના પ્રચંડ પૂરથી રેલવેની AC કોચની ચાદરો, બ્લેન્કેટને ભારે નુકસાન
વલસાડ જિલ્લામાં 23 જુલાઈએ ઔરંગા નદીના ભયાનક પૂરથી ભારે તારાજી સર્જાઈ છે. વલસાડ ખાતે ભારતીય રેલવે સંકલિત લોન્ડ્રી યુનિટની ફેકટરીમાં પૂરના પાણી ઘુસી જતાં ચાદરો, બ્લેન્કેટ, તકિયા અને ટુવાલ મળી અંદાજે 1.20 કરોડથી વધુનું નુકસાન થયું છે. કૈલાસ રોડ સ્થિત શેઠિયા નગર વિસ્તારમાં આવેલી આ લોન્ડ્રી ફેક્ટરીમાં 23 ગેસ સિલિન્ડર, જનરેટર અને ઇલેક્ટ્રિક મોટરોને પણ ભારે નુકસાન થયું છે. રેલવેની માલિકીની આ સામગ્રી પૂરમાં વેરવિખેર થઈ ગઈ છે. અસરગ્રસ્ત સંચાલકો સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.
વલસાડમાં ઔરંગા નદીના પ્રચંડ પૂરથી રેલવેની AC કોચની ચાદરો, બ્લેન્કેટને ભારે નુકસાન
દેશની પ્રથમ અધિકૃત મલ્ટી-હેઝર્ડ અર્લી વોર્નિંગ એપ 'સચેત' નાગરિકો માટે અત્યંત ઉપયોગી
ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ, ગાજવીજ અને પૂર જેવી કુદરતી આપત્તિઓનું જોખમ વધી જાય છે. આવા સમયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા ‘સચેત (SACHET)' મોબાઇલ એપ વિકસાવવામાં આવી છે, જે દેશની પ્રથમ અધિકૃત મલ્ટી-હેઝર્ડ અર્લી વોર્નિંગ એપ છે. આ એપ નાગરિકોને કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ અંગે સમયસર અને અધિકૃત ચેતવણીઓ પૂરી પાડે છે. ‘સચેત' એપ દ્વારા મળતી સૂચનાઓને અનુસરીને નાગરિકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી શકે છે અને જરૂરી સાવચેતીના પગલાં લઈ શકે છે. આ એપ જાનમાલનું સંભવિત નુકસાન ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
દેશની પ્રથમ અધિકૃત મલ્ટી-હેઝર્ડ અર્લી વોર્નિંગ એપ 'સચેત' નાગરિકો માટે અત્યંત ઉપયોગી
બાળકો, મલ્ટિમોડલ ઇન્ટિગ્રેશન: AI નું ભવિષ્ય, ઊર્જા બચાવનારું ટેકનોલોજી
બાળકો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં મલ્ટિમોડલ ઇન્ટિગ્રેશન એક ક્રાંતિકારી પગલું છે, જે ટેક્સ્ટ, દ્રશ્ય, શ્રવણ અને હવે સ્પર્શ જેવી વિવિધ સંવેદનાઓને એકીકૃત કરે છે. જેમ જેમ આ ટેક્નોલોજી વિકસિત થશે, તેમ આપણી ડિજિટલ દુનિયા સાથેની ક્રિયા-પ્રતિક્રિયા વધુ સ્વાભાવિક અને કાર્યક્ષમ બનશે. આગામી સમયમાં, આ સિસ્ટમ્સ વધુ સચોટ, ઝડપી અને ઊર્જા-બચત કરનારું બનશે. આ ટેક્નોલોજી માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધન અને જટિલ સમસ્યાઓના નિરાકરણમાં પણ મહત્વનો ભાગ ભજવશે.
બાળકો, મલ્ટિમોડલ ઇન્ટિગ્રેશન: AI નું ભવિષ્ય, ઊર્જા બચાવનારું ટેકનોલોજી
19મી સદીમાં ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી વિશ્વની રોમાંચક રમત
ફૂટબોલ, જે વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે, તેની શરૂઆત 19મી સદીમાં ઇંગ્લેન્ડમાં થઈ હતી. 1863માં `ધ ફૂટબોલ એસોસિએશન'ની સ્થાપનાથી આધુનિક નિયમો ઘડાયા. 1904માં FIFA ની સ્થાપના અને 1930માં પ્રથમ `ફૂટબોલ વર્લ્ડકપ'એ તેને વૈશ્વિક ઓળખ આપી. દરેક ટીમમાં 11 ખેલાડીઓ સાથે 90 મિનિટની આ રમતમાં, ગોલકીપર સિવાય કોઈ હાથનો ઉપયોગ કરી શકતું નથી. યલો અને રેડ કાર્ડ દ્વારા નિયમોનું પાલન સુનિશ્ચિત કરાય છે.
19મી સદીમાં ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી વિશ્વની રોમાંચક રમત
કોમન અયોરા: આપણું નાનકડું, સુંદર અને મધુર ગીત ગાતું 'જેરી' પક્ષી
કુદરતના અનોખા જાદુગરો પૈકી એક, 'કોમન અયોરા' એક નાનકડું, ચંચળ અને મનમોહક પક્ષી છે, જેને લોકો પ્રેમથી 'જેરી' પણ કહે છે. નર અયોરા ચમકતા પીળા અને કાળી પાંખો ધરાવે છે, જ્યારે માદા થોડી પીળાશ પડતી લીલી હોય છે. આ પક્ષી ઝાડની ડાળીઓ, બગીચાઓ અને ખેતરોમાં જોવા મળે છે. તે નાના કીડા, ઈયળો અને કરોળિયા ખાય છે અને ઊંધા લટકીને પણ શિકાર કરે છે. 'જેરી' ખૂબ મધુર સીટી વગાડે છે અને માદાને આકર્ષવા માટે રોમાંચક હવામાં કલાબાજી કરે છે.
કોમન અયોરા: આપણું નાનકડું, સુંદર અને મધુર ગીત ગાતું 'જેરી' પક્ષી
જગન્નાથ પુરી મંદિર: કુદરતના નિયમોને પડકારતા રહસ્યો અને વિજ્ઞાન
ઓડિશાના પુરી શહેરમાં સ્થિત જગન્નાથજી મંદિર અનેક અદ્ભુત રહસ્યો ધરાવે છે. આ મંદિરના ઊંચા શિખર પરથી પસાર થતા પક્ષીઓ, વિમાન અને હેલિકોપ્ટર પણ અહીંથી પસાર થતાં નથી. મંદિરનો પડછાયો દિવસ દરમિયાન ક્યારેય જમીન પર દેખાતો નથી, જે એક મોટું વૈજ્ઞાનિક રહસ્ય છે. અહીં પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી ધ્વજા અને દરિયા કિનારે હોવા છતાં મંદિરની અંદર દરિયાનો અવાજ ન આવવો, આ બધી વાતો આશ્ચર્યચકિત કરી દે તેવી છે.
જગન્નાથ પુરી મંદિર: કુદરતના નિયમોને પડકારતા રહસ્યો અને વિજ્ઞાન
પોટેન્શિયલ: છુપાયેલી ક્ષમતા અને વિજ્ઞાનમાં તેનું મહત્વ
'પોટેન્શિયલ' શબ્દ રોજિંદા જીવન અને વિજ્ઞાનમાં અગત્યનો છે. સામાન્ય રીતે તેનો અર્થ `ક્ષમતા', `શક્યતા' અથવા `છુપાયેલી તાકાત' થાય છે. ભૌતિકશાસ્ત્રમાં, તે `સ્થિતિમાન' અથવા `ઇલેક્ટ્રિક પોટેન્શિયલ' તરીકે ઓળખાય છે, જે ઇલેક્ટ્રોન્સનું દબાણ છે. જેમ પાણી ઊંચાથી નીચા સ્તરે વહે, તેમ વિદ્યુત પ્રવાહ ઉચ્ચ પોટેન્શિયલથી નીચા પોટેન્શિયલ તરફ ગતિ કરે છે. માનવ જીવનમાં, પોટેન્શિયલ એટલે વ્યક્તિની `અંતર્નિહિત ક્ષમતા' જે યોગ્ય માર્ગદર્શન અને પરિશ્રમથી વિકાસ પામી શકે છે.
પોટેન્શિયલ: છુપાયેલી ક્ષમતા અને વિજ્ઞાનમાં તેનું મહત્વ
પક્ષીઓને વીજ વાયર પર બેસવા છતાં કરંટ કેમ નથી લાગતો?
આપણે અનેક વાર પક્ષીઓને વીજ વાયર પર બેઠેલાં જોઈએ છીએ, છતાં તેમને ઇલેક્ટ્રિક શોક કે કરંટ લાગતો નથી. જ્યારે આપણે વાયરના સંપર્કમાં આવીએ તો આપણને કરંટ લાગે છે. આનું મુખ્ય કારણ વિદ્યુત પરિપથનો સિદ્ધાંત, વોલ્ટેજ તફાવત અને પોટેન્શિયલ, અને વિદ્યુત અવરોધ છે. પક્ષીઓ માત્ર એક જ વાયરને સ્પર્શ કરે છે, જેથી પરિપથ ખુલ્લો રહે છે. જ્યારે માણસ જમીન સાથે જોડાયેલો હોય અને વાયરને સ્પર્શે, ત્યારે ક્લોઝ્ડ પરિપથ બને છે.
પક્ષીઓને વીજ વાયર પર બેસવા છતાં કરંટ કેમ નથી લાગતો?
લોકમાન્ય તિલક: રાષ્ટ્રીય શિક્ષણનો સંવાદ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020
લોકમાન્ય બાલ ગંગાધર તિલક શિક્ષણને માત્ર જ્ઞાનપ્રાપ્તિ નહીં, પરંતુ સંસ્કૃતિ, ભાષા અને ઇતિહાસ સાથે જોડીને રાષ્ટ્રના આત્મવિશ્વાસનું આધારસ્તંભ માનતા હતા. તેમનું માનવું હતું કે જ્ઞાન વૈશ્વિક હોઈ શકે, પરંતુ શિક્ષણની જડ પોતાના સમાજ અને સંસ્કૃતિમાં હોવી જોઈએ. આજે AI અને ડિજિટલ યુગમાં શિક્ષણનો હેતુ માત્ર કુશળ માનવસંસાધન નહીં, પરંતુ વિચારશીલ અને જવાબદાર નાગરિક ઘડવાનો હોવો જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પણ આ દિશામાં શિક્ષણને નવા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરે છે.
લોકમાન્ય તિલક: રાષ્ટ્રીય શિક્ષણનો સંવાદ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020
વાપીના મધુબન ડેમમાંથી ૧.૫ લાખ ક્યુસેક પાણી છોડાયું
દમણમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. નમો પથ અને ભૈયા જેટી જેવા વિસ્તારોમાં લોકો જીવના જોખમે દરિયાના તોફાની મોજાં સાથે સેલ્ફી લઈ રહ્યા હતા, જેને પગલે પોલીસે લોકોને બળજબરીપૂર્વક ખસેડ્યા. મધુબન ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી અને દરિયાઈ વિસ્તારમાં પાણીનું સ્તર વધ્યું. હાઈ ટાઈડના કારણે દરિયાના તોફાની મોજાં રસ્તાઓ સુધી પહોંચી રહ્યા હતા, જ્યારે પ્રશાસન ફક્ત દોરડાં બાંધીને સંતોષ માની રહ્યું હતું.
વાપીના મધુબન ડેમમાંથી ૧.૫ લાખ ક્યુસેક પાણી છોડાયું
સુરતમાં મેઘરાજાનો પ્રહાર, ગ્રહોની જળસભા અને ભવિષ્યનો વરસાદ
અલનીનોની અસરને કારણે નબળું ચોમાસું રહેવાની આશંકા વચ્ચે, સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે જળ પ્રલય સર્જ્યો છે. રસ્તાઓ નદી બન્યા છે અને ગામો પાણીમાં ડૂબી ગયા છે. આ અસામાન્ય વરસાદ પાછળ હવામાનશાસ્ત્રીય ઘટનાઓ ઉપરાંત, 2026માં કર્ક રાશિમાં ગુરૂ અને મીન રાશિમાં શનિનું ભ્રમણ જેવા જ્યોતિષીય સંકેતો પણ જવાબદાર હોવાનું મનાય છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે મેઘરાજા હજુ વિરામ લેવાના નથી, અને ભવિષ્યમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જે જળતત્વની પ્રચુરતા દર્શાવે છે.
સુરતમાં મેઘરાજાનો પ્રહાર, ગ્રહોની જળસભા અને ભવિષ્યનો વરસાદ
ગુજરાતમાં રેડ એલર્ટ: 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ, રાજકોટ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અનેક જિલ્લાઓમાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. સુરતના અંબિકા તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. અનેક નદીઓ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી વરસાદને કારણે કેટલાક લોકોના મોત પણ થયા છે.