પાલનપુરમાં 48 વખત મત આપનાર 102 વર્ષના મેરૂમાનું નિધન
પાલનપુરમાં 48 વખત મત આપનાર 102 વર્ષના મેરૂમાનું નિધન
Published on: 31st July, 2026

પાલનપુર શહેરમાં 48 વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર 102 વર્ષીય મહેરૂનીશા મસીઉદ્દીન કાદરી (મેરૂમા) નું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેઓ મૂળ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના વતની હતા અને વ્યવસાય અર્થે પાલનપુરમાં સ્થાયી થયા હતા. તેમણે ટાયર પંચરની દુકાન શરૂ કરીને હિન્દુ પરિવારો સાથે એક મકાનમાં રહી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમના પુત્ર સિતાબભાઈ કાદરીએ જણાવ્યું કે, તેમણે નગરપાલિકા, વિધાનસભા અને લોકસભા સહિત અનેક ચૂંટણીઓમાં મતદાન કર્યું હતું.