અધિક માસની પૂર્ણિમાએ દ્વારકામાં ગોમતી સ્નાન અને ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટયા
અધિક માસની પૂર્ણિમાએ દ્વારકામાં ગોમતી સ્નાન અને ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટયા
Published on: 01st June, 2026

અધિક માસની પૂર્ણિમાના પવિત્ર દિવસે દ્વારકામાં ભક્તોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરીને પુણ્ય કમાવવા માટે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ઘણા ભક્તો તો મધ્યરાત્રિથી જ લાઇનમાં ઉભા રહી ગયા હતા. ત્યારબાદ, તેઓએ જગતમંદિર પહોંચીને કાળિયા ઠાકોરજીના દિવ્ય દર્શન કર્યા હતા અને ભાવવિભોર થયા હતા. આ અવસરે દ્વારકામાં એક અનોખો જ ઉત્સાહ જોવા મળ્યો હતો.