પોરબંદરમાં શ્રીમદ બાળભાગવત સપ્તાહમાં ધામધૂમથી નંદ મહોત્સવ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી.
પોરબંદરમાં શ્રીમદ બાળભાગવત સપ્તાહમાં ધામધૂમથી નંદ મહોત્સવ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી.
Published on: 01st June, 2026

પોરબંદરના સ્વસ્તિક ગ્રુપ દ્વારા આયોજિત શ્રીમદ બાળ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ. 81 બાળકોના યજમાનપદે યોજાયેલા આ કાર્યક્રમના પાંચમા દિવસે, બાળકોએ સૌપ્રથમ વામનજી જન્મોત્સવ, ત્યારબાદ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવ્યો. અંતે, બાળ કલાકારોએ શ્રીકૃષ્ણ, વાસુદેવ, દેવકી, યશોદા મૈયા અને બલરામ જેવા પાત્રો ભજવી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી. 150 થી વધુ બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી આપણા પૌરાણિક પાત્રોનો સુંદર પરિચય આપ્યો.