વડોદરામાં શ્રીજી ઉત્સવની ભવ્ય તૈયારી
વડોદરામાં શ્રીજી ઉત્સવની ભવ્ય તૈયારી
Published on: 29th August, 2026

વડોદરામાં ગણેશોત્સવની તૈયારીઓ પૂરજોશમાં છે. શનિવાર અને રવિવાર દરમિયાન શહેરમાં અનેક ઠેકાણે શ્રીજીની ભવ્ય આગમન યાત્રાઓ નીકળશે. ગણેશ મંડળો દ્વારા પંડાલો તૈયાર કરાયા છે અને હવે શ્રીજીની પધરામણી થઈ રહી છે. આગામી બે દિવસ દરમિયાન પાણીગેટ વિસ્તારમાં જૂનીગઢી ખાતેના ગણપતિની આગમન યાત્રા સહિત માંડવી, પાણીગેટ, રાજમહેલ રોડ, ગોત્રી, વાસણા રોડ, સુભાન પુરા, ગોરવા જેવા વિસ્તારોમાં પણ યાત્રાઓ યોજાશે. પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા સજ્જ છે.