બાબા બાગેશ્વરના દરબારમાં આવવા પડકાર ફેંકનારાઓને આમંત્રણ
બાબા બાગેશ્વરના દરબારમાં આવવા પડકાર ફેંકનારાઓને આમંત્રણ
Published on: 02nd June, 2026

ધીરેન્દ્ર શાસ્ત્રી, બાબા બાગેશ્વર ધામ, રાજકોટમાં 'સનાતન સેતુ હનુમાન કથા' માટે આવી રહ્યા છે. સામાજિક આગેવાન પરસોત્તમ પીપળીયાએ ચમત્કાર અને તાંત્રિક વિદ્યાના દાવાઓ સામે સવાલો ઉઠાવ્યા છે અને પોતાના પર આવા પ્રયોગો કરવાનો પડકાર ફેંક્યો છે. આ નિવેદન બાબતે આયોજકોએ બાબા બાગેશ્વરનું ધ્યાન દોર્યું છે, જેના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પડકાર ફેંકનારાઓને પોતાના દરબારમાં આવવા આમંત્રણ આપ્યું છે. આયોજકો હિન્દુ સમાજને સંગઠીત કરવાની નેમ સાથે આયોજન કરી રહ્યા છે.