અછાલીયા રામજી મંદિરમાં અધિક માસ નિમિત્તે ભક્તિમય ભજન-સત્સંગ કાર્યક્રમો યોજાયા.
અછાલીયા રામજી મંદિરમાં અધિક માસ નિમિત્તે ભક્તિમય ભજન-સત્સંગ કાર્યક્રમો યોજાયા.
Published on: 02nd June, 2026

ઝઘડિયા તાલુકાના અછાલીયા ગામમાં અધિક જેઠ માસના પ્રારંભ સાથે રામજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોનો અનેરો માહોલ સર્જાયો છે. ભાવિકજનો પુરુષોત્તમ મહાત્મ્ય કથાનું શ્રાવણ કરી રહ્યા છે, સાથે ભજન-કીર્તન, આરતી અને ધૂનમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. ખાસ કરીને મહિલા મંડળ દ્વારા ભક્તિમય ભજનોથી મંદિર પરિસર ગુંજી ઉઠે છે. અનેક ભાવિકો નર્મદા નદીમાં સ્નાન કરી ધર્મલાભ મેળવી રહ્યા છે. આયોજિત વિધિઓ, સત્સંગ અને કથાથી ગામમાં આધ્યાત્મિક ચેતના મજબૂત બની છે.