સુરતમાં મોંઘવારી વચ્ચે ગણેશોત્સવ બન્યો આવકનો સ્ત્રોત
સુરતમાં મોંઘવારી વચ્ચે ગણેશોત્સવ બન્યો આવકનો સ્ત્રોત
Published on: 20th September, 2026

સુરતમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે અનેક પરિવારોનું બજેટ ખોરવાયું છે. જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ વધતાં એક આવક પર પરિવાર ચલાવવો મુશ્કેલ બન્યો છે. આવા સમયે, સુરતમાં ઉજવાઈ રહેલો ગણેશોત્સવ અનેક નાના પરિવારો માટે વધારાની આવક મેળવવાની તક પૂરી પાડી રહ્યો છે. મોટા ગણેશ મંડપોમાં દર્શન માટે આવતી ભક્તોની ભીડને કારણે મંડપોની આસપાસ ખાણીપીણી અને નાની વસ્તુઓના વેચાણનો ધંધો તેજ બન્યો છે. સામાન્ય દિવસોમાં નોકરી કરતા લોકો પણ સાંજે થોડા કલાકો માટે આ હંગામી ધંધામાં જોડાઈને વધારાની આવક મેળવી રહ્યા છે.