ભુજના માધાપરના યુવકની 1,375 કિમીની કાવડ યાત્રા
ભુજના માધાપરના યુવકની 1,375 કિમીની કાવડ યાત્રા
Published on: 25th August, 2026

ડગલેને પગલે શિવની અનુભૂતિ કરાવતી 1,375 કિલોમીટરની કાવડ યાત્રા, માધાપરના ભાવેશ આહિરે હરિદ્વારથી પગપાળા કાપી 51 દિવસમાં પૂર્ણ કરી. ગૌહત્યા પર પ્રતિબંધ અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે જનજાગૃતિ ફેલાવવાના ઉદેશ્ય સાથે આ યાત્રા દિલ્હી અને 19 જિલ્લામાંથી પસાર થઈ. ભુજ પહોંચતા ભાવેશભાઈનું ભવ્ય સ્વાગત કરાયું. અંતે ભૂતનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરી સંકલ્પ પૂર્ણ કર્યો. તેમણે કચ્છના પવિત્ર જળાશયોના મહત્વ પર પણ ભાર મૂક્યો.